For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

03:45 PM Feb 14, 2025 IST | Bhumika
સાબરમતી બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

તા.22 ફ્રેબુઆરીએ રવાના થશે, આવતી કાલથી બુકિંગનો પ્રારંભ

Advertisement

પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે ટ્રેન નં.09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ બે ટ્રિપ કરશે.
ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નં. 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે.

Advertisement

ટ્રેન નંબર 09453 નું બુકિંગ 15 ફેબ્રુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement