તંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવવામાં નવાગામ વિસ્તારમા ગાયે વૃધ્ધને ઢીકે ચડાવતા વૃધ્ધને ઇંજા પહોંચી હતી. વૃધ્ધને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં આરેલાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમા મામાવાડી વિસ્તારમા રહેતા હિરાભાઈ રૂૂખડભાઈ મેવાડા નામના 90 વર્ષના વૃદ્ધ રાત્રીનાં સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાનાં ઘર પાસે હતા. ત્યારે ગાયે સાથડનાં ભાગે ઢીક મારતા વૃધ્ધને ઇજા પહોંચી હતી. વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં આરેલાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હીરાભાઈ મેવાડા પાંચ ભાઈમાં વચેટ હતા અને નિવૃત જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.