અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોત
અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત નિપજાવનાર કાર ચાલકની સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી છે.
મૃતક મહિલા પોલીસ કર્મી શારદાબેન ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યાં હતા તે વખતે આ અકસ્માત સર્જાયો હતો,કાર ચાલક ફુલ સ્પીડમાં હતો અને તેણે મહિલાને ઉડાવ્યા હતા જેના કારણે માથાના ભાગે તેમને ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ,ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે.
હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.