ખંભાળિયામાં વધુ એક ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર કાર્યરત
લલિયા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લી. ની નિમણુક
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ ખેત પેદાશની ખરીદી માટેના કેન્દ્રો શરૂૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખંભાળિયામાં અગાઉ શરૂૂ કરવામાં આવેલા મગફળીની ટેકાના ભાવે ખરીદીના ચાર કેન્દ્ર સાથે ગઈકાલે સોમવારે વધુ એક કેન્દ્ર શરૂૂ કરવામાં આવ્યું છે.
ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે લલિયા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લિમિટેડની ટેકાના ભાવે ખરીદી માટેની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેણે સોમવારથી ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સ્વીકારવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે મંડળીના પ્રમુખ વિજયસિંહ જેઠુભા સોઢા તેમજ ખેડૂત આગેવાનો વિગેરેની ઉપસ્થિતિમાં આ વધુ એક કેન્દ્ર શરૂૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.