ભાજપમાં ફરી ભવાડો; મહામંત્રી પદ માટે મોલિયા-દુષ્યંત સંપત વચ્ચે બબાલ
રાજકોટ શહેર ભાજપમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા અનેક વોર્ડમાં અંદરો અંદર માથાકૂટ અને અસંતોષ બહાર આવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામાકાંઠે મહામંત્રી પદ મુદ્દે દુષ્યંત સંપત દ્વારા પત્ર વાયરલ કરવામાં આવેલ અને આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે વોર્ડ નં.5માં આવતીકાલે યોજાનાર સ્નેહમિલનન પૂર્વે જ યોજાયેલ મીટિંગમાં અશ્ર્વિન મોલીયા અને દુષ્યંત સંપત વચ્ચે ભારે માથાકૂટ થયાનું જાણવા મળેલ છે.
વોર્ડ નં.5માં આવતીકાલે યોજાનાર સ્નેહમિલન મુદ્દે આજ રોજ બપોરે મીટિંગનું આયોજન કરવામાં આવેલ આ મીટિંગમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો તેમજ અશ્ર્વિન મોલીયા અને દુષ્યંત સંપત પણ ઉપસ્થિત રહેલ મીટિંગમાં સ્નેહમિલન અંગેની ચર્ચા કર્યા બાદ કાર્યકરોમાં દુષ્યંત સંપતના લેટર અંગેની ચર્ચાઓ ચાલુ થતાં ત્યા ઉપસ્થિત અશ્ર્વિન મોલીયાએ આ મુદ્દે દુષ્યંત સંપત સાથે માથાકૂટ કરી જણાવેલ કે, મહામંત્રીના સંભવીત ઉમેદવારોના લિસ્ટમાં મારુ નામ લખવાની કેમ ના પાડી હતી અને ફકત તને જ મહામંત્રી બનાવવામાં આવે તે પ્રકારનો પત્ર વાયરલ કરી કાર્યકરો અને મોવડીઓને ગેરમાર્ગે દોરવાનુ કામ કર્યુ છે. આમ કહેતા દુષ્યંત સંપતે પણ તમે તમામ પદ ભોગવી લીધા છે. તો હવે બીજા લોકોનો વારો પણ આવો જોઇએ તેવુ જણાવ્યુ હતું. તેમજ આ મુદ્દે બંને વચ્ચે ભારે ચકમક થાય બાદ કાર્યકરો અને આગેવાનોએ બંનેને સમજાવી જૂદા પાડ્યા હતા. તેવી ચર્ચા જાગી છે.
