For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂ

05:47 PM Sep 23, 2025 IST | Bhumika
એઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ  રિજિયોનલ સેન્ટર શરૂ

એઇમ્સ રાજકોટ ખાતે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ માટેના રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન તથા ઇકો-ફ્રેન્ડલી CME એઇમ્સ રાજકોટ ખાતે આજે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ ક્ધટ્રોલ ઓફ ઝૂનોસીસ (NOHP-PCZ ) માટેના રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જેમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC ) , હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વન હેલ્થ એ એક એવો અભિગમ છે જમા પ્રાણીઓ પર્યાવરણ વનસ્પતિ સૂક્ષ્મજીવો દ્વારા રોગ માનવોને આવી શકે છે જેથી સ્વાસ્થ્ય સાથે નજીકથી સંકળાયેલું છે તે માન્યતા ને સ્વીકારે છે. અને આ સેન્ટર આ પ્રકારના રોગને અટકાવવા માં સહાય કરશે એઇમ્સ રાજકોટ ને ગુજરાત રાજ્ય અને યુનિયન ટેરિટરી દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ માટે વન હેલ્થ કાર્યવાહીઓ માટે સંકલન કેન્દ્ર તરીકે નિમવામાં આવ્યું છે પશુપાલન અને ડેરી, વન અને પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રાજ્ય આરોગ્ય વિભાગ માટે મુખ્ય સત્તા તરીકે કાર્ય કરશે.

Advertisement

મુખ્ય અતિથિ રામ લાલજી, જાણીતા સામાજિક કાર્યકર અને વિવિધ મહાનુભાવોના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ આવ્યો હતો. અન્ય મહાનુભાવો: ડો. અક્ષય ધારીવાલ (એક્સ-ડિરેક્ટર, NCDC; IB મેમ્બર, એઇમ્સ બિલાસપુર), પ્રો. ડો. કમલેશ ઉપાધ્યાય ( IB મેમ્બર, એઇમ્સ ભટિંડા), ડો. જીતેન્દ્ર અમલાણી (IB મેમ્બર, એઇમ્સ રાજકોટ ) , કર્નલ અશ્વિની અગ્રવાલ (ડિન રિસર્ચ, એઇમ્સ રાજકોટ), અને લેફ્ટ. કર્નલ અંકુર પ્રતાપ સિંહ (DDA, એઇમ્સ રાજકોટ) ઉપસ્થિત રહ્યા.

નવી નિયુક્ત રિજનલ સેન્ટરનો નેતૃત્વ કર્નલ અશ્વિની અગ્રવાલ (માઇક્રોબાયોલોજી) નોડલ ઓફિસર તરીકે, તથા ડો. કૃપાલ જોશી (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન), ડો. અનિલ ચૌધરી (માઇક્રોબાયોલોજી), ડો. અભિષેક પાંધી (માઇક્રોબાયોલોજી), અને ડો. મયુરી ભિસે (માઇક્રોબાયોલોજી) સહ-નોડલ ઓફિસર તરીકે કાર્ય કરશે.

Advertisement

ઉદ્ઘાટન પછી વન હેલ્થ વિષય પર એકદિવસીય CME કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન, સૌરાષ્ટ્ર પ્રાંતના સાથે યોજાયો હતો. CME માં માનવ, પ્રાણી અને પર્યાવરણીય આરોગ્ય વચ્ચેની કોર્ડિનેટેડ અભિગમની અગત્યતા રજૂ કરવામાં આવી. પ્રોગ્રામમાં AYUSH પ્રતિનિધિઓ, રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સામાજિક સંસ્થા/નાગરિકો પણ સામેલ થયા. આ અવસરે, એઇમ્સ રાજકોટના વિદ્યાર્થીઓ ને સમુદાય જાગૃતિ માં તેમના યોગદાન અને નબળા વર્ગોના લાભ માટે સમર્પિત કાર્ય બદલ પ્રમાણપત્ર નું વિતરણ કરાયું.

CME ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે યોજાઈ જેમાં પ્લાસ્ટિક બોટલ સંપૂર્ણપણે ઉપયોગ વગર, ફ્લેક્સ બદલે કપડાં બેનરો, પ્લાસ્ટિક વગરની કિટ્સ અને ઓછામાં ઓછું ભોજન-પાણી વેસ્ટેજ જેવી ગ્રીન પ્રવૃત્તિઓ અમલમાં મુકાયા. કીટ્સ સ્વદેશી સામગ્રીમાંથી હાથથી બનાવેલ અને મહિલાઓની રોજગારી અને આજીવિકા આધારિત સંગઠનો દ્વારા તૈયાર કરાયાં, જે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણ સાથે જોડાયેલી હતી. આ લોન્ડમાર્ક પ્રોગ્રામ ડો. જે.એસ. તિતીયાલ, અધ્યક્ષ, એઇમ્સ રાજકોટ અને ડો. જિ.ડી. પુરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એઇમ્સ રાજકોટ ના માર્ગદર્શન અને સહયોગથી શક્ય બન્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement