For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિદ્ધનાથ કોટેક્સના રાજકોટના પાંચ ભાગીદારો સામે ચીટિંગની બીજી ફરિયાદ

03:57 PM Sep 14, 2024 IST | admin
સિદ્ધનાથ કોટેક્સના રાજકોટના પાંચ ભાગીદારો સામે ચીટિંગની બીજી ફરિયાદ

બોટાદના ખેડૂતો, વેપારીઓ પાસેથી કપાસ ખરીદયા બાદ પૈસાની ચૂંકવણી ન કરતા અંતે ગુનો નોંધાયો

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવ્યા વગર સિદ્ધનાથ કોટેક્સ મિલના સંચાલકોએ ઊઠમણું કરી લીધું હતું. જે મામલે હવે પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાનગઢ રોડ પર આવેલા સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ નામની કંપનીના સંચાલકોએ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવવા માટે 20 ઓગસ્ટના રોજનો સમય આપ્યો હતો. પરંતુ મિલ પર ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પહોંચ્યા ત્યારે એ દિવસે મિલના દરવાજા પર તાળું લાગેલું હતું. તેમજ સંચાલકો દ્વારા કોઈના ફોન ઉપાડવામાં નહોતા આવી રહ્યા.

જેને લઈને હોબાળો મચી ગયો હતો. પોલીસ પણ મિલ પર દોડી આવી હતી. આ મામલે આખરે 23 દિવસ જેટલા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આસપાસના ખેડૂતોની 2 કરોડ 98 લાખ રૂૂપિયા જેટલી રકમ કંપનીના સંચાલકો તરફથી આપવામાં ન આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાજકોટના સુરેશભાઈ લુણાગરીયા, વિરેનભાઈ લુણા ગરીયા, રમણીકભાઈ ભાલાળા, દર્શનભાઈ ભાલાળા અને અતુલભાઈ પટેલ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ચોટીલામાં સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે બોટાદમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકોએ બોટાદની પણ કેટલીક જીનિંગ મિલમાંથી પણ રૂૂ ખરીદ્યું હતું. જેના રૂૂપિયા આપવાના પણ બાકી છે. જે મામલે બોટાદની જીનિંગ મિલના સંચાલકોએ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવેલી છે. બોટાદની જુદી જુદી જિનિંગ મિલના સંચાલકોને રૂૂ. 6 કરોડ 65 લાખથી વધુની રકમ સિદ્ધનાથ કોટેક્સના સંચાલકો પાસેથી લેવાની થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement