રેલનગરના ‘નકલી’ પોલીસમેન સામે વધુ એક ફરિયાદ
અમદાવાદની ફાર્મા કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જતાં યુવાનને આંતરી કહ્યુ, તમે બસ સ્ટેશન પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવ્યા હતા
95 હજાર રૂપિયા પડાવ્યા બાદ આરોપી ભાગી ગયો હતો
રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને ધાકધમકી આપી પૈસા પડાવતા રેલનગર પોપટપરાના મિહિર ભાનું કુગશિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં સરધાર ગામે રહેતા જીગ્નેશભાઈ કીરીટભાઈ વ્યાસ (ઉ.વ.43)એ નકલી પોલીસ મિહિર કુગશિયા વિરુદ્ધ 95 હજાર પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી જીગનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે.ગઇ તા.30/10ના રોજ મારે અમદાવાદ ખાતે ફાર્મા કંપનીમાં દવાની નોકરી અંગેનો મોખીક ઇન્ટરવ્યુ હોય જેથી હું સરધારથી સરકારી બસમાં સાંજના પાંચેક વાગ્યે હું અમદાવાદ જવા માટે નીકળેલ હતો.અને સાંજના સાડા છ એક વાગ્યે હું રાજકોટ બસ સ્ટેન્ડમાં ઉતરેલ અને ત્યાંથી મારે ટ્રેનમાં અમદાવાદ જવુ હોય જેથી હું બસ સ્ટેન્ડ બહારથી હું રેલ્વે સ્ટેશન જવા માટે ઓટો રીક્ષામાં બેસી ગયેલ હતો અને મારી પાસે એક થેલો હતો. આ થેલા માં સર્ટીફીકેટ તેમજ રોકડ રૂૂ 95,000/- રૂૂપીયા હતા અને ત્યારે હું રીક્ષામાં બસેલ હતો અને ત્યાર બાદ જયુબેલી ચાર રસ્તા ચોક પાસે પહોચતા એક અજાણ્યો માણસ તેનુ સફેદ મોટર સાઇકલ લઇ ને આવેલ અને હું રીક્ષામાં બેસેલ હતો.તે રીક્ષા આ અજાણ્યા માણસે રોકેલ અને મને કહેલ હું પોલીસમાં છુ.તમે બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા માટે આવેલા જેથી તમારે પોલીસ સ્ટેશન આવવુ પડશે જેથી મે કહેલ મે કાંઇ પણ ખોટા કામ કર્યા નથી.
જેથી આ પોલીસવાળા ભાઇ એકદમ ઉશ્કેરાય ગયેલ અને તેમજ મને ગાલ ઉપર ફડાકા મારવા લાગેલ અને મારી પાસે રહેલ થેલો ચેક કરવા લાગેલ અને થેલામાં રહેલ રોકડ રૂૂ 95,000/- હતા. તે અજાણ્યા પોલીસવાળા એ મારી પાસેથી બળજબરીપુર્વક પડાવી લીધેલ અને બાદ મને તેના નંબર પ્લેટ વગર મોટર સાઇકલમાં બેસાળીને રેલ્વે સ્ટેશન પાસે લઇ આવેલ અને કહેલ કે હવે પછી અહી બસ સ્ટેન્ડ ખરાબ કામ કરવા માટે કયારેય આવતો નહી. અને મને રેલ્વે સ્ટેશન ઉતારીને આ અજાણ્યો પોલીસવાળા ભાઇ ત્યાં થી તેનુ મોટર સાઇકલ લઇ ને જતા રહેલ હતા.આરોપી મિહિર વધુ છેડતી,નકલી પોલીસ બની પૈસા પડાવવા અને એક વાર પાસામાં પણ જઇ આવ્યો છે આ સાથે આરોપી સામે કુલ 6થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે.
આરોપી નકલી પોલીસ હોવાનું ન્યૂઝપેપરમાં જાણવા મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
જીગ્નેશભાઈ ઇન્ટરવ્યુ પુર્ણ કરીને તા.03/11ના રોજ સરધાર ખાતે આવેલ અને ત્યાર બાદ તેમણે તા.04/11ના રોજ મે ન્યુઝ પેપર માં વાચેલ કે રાજકોટમાં ક્રાઇમબ્રાંચ ના નામે 20,000/- રૂૂપીયા નો તોડ કરતા એક નકલી પોલીસ કે જેનુ નામ મીહીરભાઈ ભાનુભાઇ કુંગસીયા હોય અને તેને પોલીસે પકડી પાડેલ છે.આ મીહીરભાઈ ભાનુભાઇ કુંગસીયા નકલી પોલીસમેનનો ન્યુઝ પેપર માં ફોટો હોય જેથી ગઇ તા.30/10ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યા ના સમયમા રાજકોટ જયુબેલી ચાર રસ્તા જયુબેલી પોલીસ ચોકીની સામે નકલી પોલીસ બનીને મને ધમકાવીને મને બેફામ ફડાકાનો માર મારી ને મારી પાસે રોકડ રૂૂ.95,000/- બળજબરીપુર્વક પડાવેલ હોય તે માણસનો ફોટો હોય અને તેને ઓળખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
