ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસ

12:09 PM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

અન્ય પેઢીના નામે ર0 લાખનો માલ ખરીદી રકમ ચૂકવવા હાથ ખંખેર્યા

Advertisement

જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસ નો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારબાદ તેની સામે વધુ લ રૂૂપિયા 20 લાખના ચીટીંગ નો ગુનો નોંધાયો છે. જ્યારે પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં પતુજે ઘરશે ઉઠવા લુંગાથ તેવી ધમકી આપ્યાની ચીટર શખ્સ દ્વારા વળતી ફરિયાદ પણ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કાળુભાઈ નંદાણીયા કે જેની સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બ્રાસપાર્ટ ના એક વેપારીએ શ્રી ડિવિઝન પોલીસ મથકમાં રૂૂપિયા તેર લાખના ચિટિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોતાને કારખાનેદાર તરીકેની ઓળખ આપી બ્રાસનો ભંગાર ખરીદ કરી પૈસા ચૂકવવામાં હાથ ઊચા કરી લીધા હતા. જે અંગે ગુનો દાખલ થયા બાદ તેની સામે વધુ એક કારખાનેદાર સામે આવ્યા છે.

હાલ જામનગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પુણે ના વતની ખુશાલસિંહ રઘુજી રાજપુત કે જેઓ પોતે ઉદ્યોગ નગર વિસ્તારમાં વ્યવસાય કરે છે, જેની પાસેથી સાગર કાળુભાઈ નંદાણીયાએ મનીષ જૈન નામના અન્ય વેપારી નો ખોટું નામ ધારણ કરીને તેમજ મોદી મેટલ નામની અન્ય પેઢીના જીએસટી નંબર રજૂ કરીને 20,76,558 નો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તેની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં આખરે તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોક્ત ગુના માં તપાસ ચલાવી રહેલા સાગર નંદાણીયા કે જેને અગાઉ ના કેસમાં જેલ હવાલે થયા બાદ જામીન મળતાની સાથેજ અન્ય ફરિયાદમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને રિમાન્ડ પર લેવા માટે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર ખુશાલ સિંહ રાજપુતે મોબાઈલ ફોનમાં ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં તો ‘તુજે ઘર સે ઉઠવા લુંગા’ તેવી ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં મથકમાં સાગર નંદાણીયા ની ફરિયાદના આધારે કારખાને ખુશાલ સિંહ રાજપુત સામે વળતી ફરિયાદ નોંધવામાં આવી છે.

Tags :
fraudfraud newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement