કોંગ્રેસને વધુ એક ફટકો!! દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. અને કહ્યું કે સ્વેચ્છાએ રાજીનામું આપું છું.
તું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે.
કોંગ્રસને એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે, પહેલા અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.