સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓનું સોનુ લઇ કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટના અવાર નવાર બની રહી છે. આવી ઘટનાઓમાં અમુક ફરીયાદો નોંધાઇ છે અને અમુક મુજબ તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ સોની બજારમાં એક વેપારીનું 9 લાખનું સોનુ દાગીના બનાવવા આપ્યું હતું જે કારીગર લઇ જતા એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાથીખાનામાં આવેલી એજાંજીલમાં રહેતા મોહમદ ઇકરામુલ હક (ઉ.વ.49) નામના વેપારીએ પોતાની ફરીયાદમાન રામનાથ પરામાં સોનીકામ કતા હસનઅલી સૈયદુલ આલમ શેખ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
તેમાં વેપારીએ જણાવ્યું હતું કે હસનઅલીને તેઓ એકાદ વર્ષથી ઓળખે છે. હસનઅલીને 100 ગ્રામ ફાઇન સોનાનું એક બિસ્કીટ અને 18 કેરેટનો 29 ગ્રામનો સોનાનો ચેઇન કાનમાં પહેરવાની બુટી બનાવવા માટે પાંચ દિવસમાં તૈયાર કરી પરત આપવાની શરતે દુકાનેથી વાઉચરમાં સહી કરી સોનું લઇ ગયો હતો ત્યારબાદ પાંચ દિવસ થઇ જતાં કાનમાં પહેરવાની બુટી બનાવી પરત આપવા ન આવતા આ હસનઅલીને તેમના મોબાઇલમાં કોલ કરતાં તેમનો મોબાઇલ નંબર બંધ આવતો હતો જેથી તેમના ઘરે જઇ તપાસ કરતા જાણવા મળ્યુ કે આ હસનઅલી કયાંક ભાગી ગયો છે.
જેથી આ હસનઅલી 7.45 લાખનું સોનાનું બિસ્કીટ અને 1.64 લાખનો સોનાનો ચેઇન લઇ કયાંક ફરાર થઇ જતાં પોલીસમાં ફરીયાદ નોનધાવી હતી.આ મામલે પીએસઆઇ એમ.ડી. ડાંગી અને સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની બજારનાં વેપારીનું 200 ગ્રામનું સોનુ કારીગરે ચોરી કરી હતી તેમને વેપારીએ રંગે હાથ પકડી પોલીસને સોંપ્યો હતો. આ મામલે હવે એ ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.