For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

11:39 AM Nov 03, 2025 IST | admin
દેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અગાઉ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચૂકેલા આસામીઓ સામે સરકારી તંત્રએ ધોંસ બોલાવી છે. ત્યારે દ્વારકાના જુદા જુદા સ્થળોએ શનિવારે સરકારી તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને વધુ રૂૂ. 1.61 કરોડની 2300 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવી છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં આવેલા સુદામા ભવનના 1,200 ચોરસ ફૂટ, સિકોતર ભવનના 8 રૂૂમના 900 ચોરસ ફુટ અને ટપુભા અજાભા માણેકના 200 ફૂટના ચાર રૂૂમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું તંત્રના ધ્યાને આવતા આ અંગે તંત્ર દ્વારા નોટિસ અંગેની કાર્યવાહી કરી અને શનિવારે આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જે માટે દ્વારકાના પ્રાંત અધિકારી, ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી કુલ રૂૂ. 1 કરોડ 61 લાખ જેટલી બજાર કિંમત ધરાવતું 2300 ચોરસ ફૂટનું આ બાંધકામ દૂર કરી, આ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

Advertisement

આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારે બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement