રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેમેરાની સામે થૂંકવાની હિંમત કરનારા વધુ 16 વ્યક્તિ ઝડપાયા

05:26 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા અનેક જાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેપૈકી સીસીટીવી કેમેરા દ્વારા જાહેરમાં પાનની પીચકારી મારતા લોકોને પકડી ઈમેમો ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં આજે પણ 16 વ્યક્તિ જાહેરમાં થુકતા કેમેરામાં કેદ થઈ જતા તેમના ઘરે દંડનો મેમે પહોંચતો કરવામાં આવ્યો હતો.

Advertisement

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.02-02- 2024ના રોજ 16 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1762 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 470 સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.02-02-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની 19 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસે થી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ. ઉપરોકત કામગિરી મ્યુનિ,કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટર ના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement