ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે નનામો લેટર બોમ્બ

11:19 AM Apr 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર વાયરલ થતા ભારે ચકચાર જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે.આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે.

Advertisement

ઉપલેટાથી મળતા અહેવાલ મૂજબ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર પલિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા પ તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.

આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરૂૂધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.

Tags :
gujaratgujarat newsPoliticsUpletaUpleta BJP MLA Mahendra PadaliyaUpleta news
Advertisement
Advertisement