ગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત, DIG સુનિલ જોષી, એસ.પી. કોરૂકોંડા સિધ્ધાર્થ, કે.કે. પટેલ, શંકર ચૌધરીનો સમાવેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત પોલીસના 19 અધિકારીઓ અને જવાનાનું સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ દેશભરના પોલીસ દળોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાત પોલીસ માટે આ એક ગૌરવની ક્ષણ છે, કારણ કે રાજ્યના કુલ 19 પોલીસ અધિકારીઓ અને જવાનોને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
એવોર્ડ મેળવનારા અધિકારીઓમાં ગુજરાતના કેટલાક મહત્વપૂર્ણ અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) ના DIG સુનિલ જોશી અને K. K.પટેલને સન્માન મળશે. આ ઉપરાંત, અન્ય વરિષ્ઠ અધિકારીઓ જેમ કે S. K. સિદ્ધાર્થ અને S. l. ચૌધરીનો પણ સન્માન મેળવનારાઓની યાદીમાં સમાવેશ થાય છે. આ સન્માન તેમની કાર્યદક્ષતા, સમર્પણ અને ઉત્કૃષ્ટ સેવાને બિરદાવે છે.
આ વર્ષે ગુજરાત પોલીસના 15 અધિકારી-જવાનો ઉપરાંત, ઇન્વેસ્ટિગેશન (તપાસ) ફિલ્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચાર (4) પોલીસ અધિકારીઓને વિશેષ સન્માન આપવામાં આવશે. આ સન્માન દર્શાવે છે કે રાજ્ય પોલીસે જટિલ અને મહત્ત્વપૂર્ણ કેસોની તપાસમાં ઉચ્ચ સ્તરની કાર્યદક્ષતા દર્શાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો આ એવોર્ડ ગુજરાત પોલીસના તમામ જવાનો માટે પ્રોત્સાહક છે અને તેમને રાષ્ટ્રની સેવા માટે પ્રેરણા પૂરી પાડશે.
સ્પેશિયલ ઓપરેશન ફિલ્ડ
1. સુનિલ જોષી ડી.આઈ.જી
2. કોરુકોંડા સિદ્ધાર્થ એસપી
3. કનુભાઈ કિશોરભાઈ પટેલ એસ.પી
4. શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી ડી.એસ.પી
5. પિયુષકુમાર ભુરાભાઈ દેસાઈ પી.આઈ
6. ચંદ્રમૌલી હિંમતભાઈ પનારા પી.આઈ
7. વિરેન્દસિંહ નવલસિંહ વાઘેલા પી.આઈ
8. જસ્મીન પ્રવિણભાઈ રોજીયા પી.આઈ
9. અજીતસિંહ સુખાભાઈ ચાવડા પી.આઈ
10. મનન કિરીટકુમાર ઓઝા ઙઠઈં
11. વિરભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા પી.એસ.આઈ
12. અજયસિંહ દશરથસિંહ પરમાર ઙજઈં
13. વિજય નાથાલાલ ભરવાડ પી.એસ.આઈ
14. મનીષકુમાર નારાયણભાઈ પટેલ પી.એસ.આઈ
15. દિપ્તેશ શંભુભાઈ ચૌધરી ઙઠજઈં
ઇન્વેસ્ટીગેશન ફિલ્ડ
16. ભૂપેન્દ્ર દવે Dy. એસપી ગુજરાત
17. રાજેશકુમાર ભટોળ પોલીસ ઈન્સ્પેક્ટર ગુજરાત
18. શક્તિસિંહ ગોહિલ ઙજઈં ગુજરાત
19. નીતિનભાઈ ચૌધરી પી.આઈ. ગુજરાત
ફોરેન્સિક સાયન્સ ફિલ્ડ
20. હિતેશ પ્રમોદકુમાર સંઘવી ડાયરેક્ટર - ફોરેન્સીક સાયન્સ સવિર્સિઝ