ઈકો ઝોનની વિસંગતતાના વિરોધમાં આંદોલનની જાહેરાત
ભાજપ સરકાર પર આપ નેતા પ્રવીણ રામે લગાવ્યા ગંભીર આક્ષેપો
કેન્દ્ર સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ઈકોઝોન માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ગીર સોમનાથ ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓને સમાવવામાં આવ્યા છે , ગીર સોમનાથ,અમરેલી અને જૂનાગઢના તાલુકા તાલાલા, ગીર ગઢડા, ઉના, કોડીનાર, ધારી, સાવરકુંડલા, ખાંભા, વિસાવદર, માળીયા, મેંદરડા આ તમામ તાલુકાના 196 ગામોનો ઇકોઝોનમાં સમાવેશ થઈ રહ્યો છે ત્યારે ઇકોઝોનની વિસંગતાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઇકોઝોન બાબતે આપ નેતા પ્રવીણ રામે 2016 માં પણ 6 મહિના સુધી લડત આપી તેમજ ત્યારબાદ 13 દિવસના આમરણ ઉપવાસ કરી આંદોલનના માધ્યમથી આ કાયદાને લાગુ પડતા અટકાવ્યો હતો ત્યારે 2024 માં ફરીથી આ કાયદાએ ડોકિયું કાઢીયુ છે ત્યારે આપ નેતા પ્રવીણ રામ ફરીથી ગીરના ખેડૂતો માટે મેદાનમાં આવ્યા છે અને સરકાર સામે બાથ ભીડી છે.
આપનેતા પ્રવીણ રામે ઇકોઝોનની વિસંગતાનો વિરોધ કરતા જણાવ્યું કે ઇકોઝોનના નકશામાં 4 જગ્યાએ ઇકોઝોનની હદરેખા અને જંગલની હદરેખા નજીક આવી જાય છે મતલબ કે ત્યાં ઇકોઝોંન નજીવો લાગ્યો છે અને બીજી જગ્યાઓ પર વધારે લાગ્યો છે તેમજ બાકી બીજી અમુક જગ્યાએ નક્શામાં અંદર ખાચા પડે છે ત્યારે આપનેતા પ્રવીણ રામે ક્યાં નિયમાનુસાર આ રીતે ઇકોઝોનની હદરેખા નક્કી કરવામાં આવી એમને લઈને ભાજપ સરકાર પર સવાલો ઉપસ્થિત કર્યા છે તેમજ સાથે સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા કે જ્યાં ઇકોઝોન અને જંગલની હદરેખા ખુબ નજીકથી પસાર થાય છે તેમજ જ્યાં નદર ખાચાઓ પડે છે ત્યાં શું કોઈ મોટા નેતા કે મોટા રોકાણકારની મિલકત આવતી હશે કે પછી પૈસાનો વહીવટ થયો હશે ?
ઇકોઝોનની આવી વિસંગતાના વિરોધમાં આપ નેતા પ્રવીણ રામે 2 પ્રોગ્રામો જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.
1) આપ નેતા પ્રવિણ રામે ઇકોઝોનની વિસંગતાની વિરુદ્ધમાં 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી 15 દિવસ સુધી આ તમામ 196 ગામોમાં ઈકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે, આ અભિયાન અંતર્ગત તમામ લોકો ગ્રામપંચાયતના વધાજનક ઠરાવો લેશે તેમજ વ્યક્તિગત વાંધા અરજીઓ પોસ્ટ દ્વારા અને મેઈલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલશે.
2) નવરાત્રિના ત્યોહારમાં આ ગામડાઓમાં થતી નવરાત્રિમાં ઇકોઝોન નાબૂદી ના બેનરો અને ટોપીઓ સાથે લોકો ગરબા રમશે તેમજ ઈકોઝોનની વિસંગતા દૂર થાય એ માટે માતાજીને આરાધના પણ કરશે.