અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની પૂછપરછ
ગોંડલ નાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસ માં હાઇકોર્ટ દ્વારા સજામાફી રદ કરી આજીવન કેદ નો હુકમ બરકરાર રાખતા છેલ્લા પાંચ મહીના થી નાશતા ફરતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે બપોરે ગોંડલ કોર્ટ માં સરેન્ડર કરતા તાલુકા પોલીસે તેનો કબ્જો લઇ જુનાગઢ જેલ માં એન્ટ્રી કરાવી અમીત ખુંટ આપઘાત પ્રકરણ તેની ધરપકડ કરી હતી અમિત ખૂંટ આપઘાત કેસ મામલે હવે પોલીસ રીમાન્ડ માંગશે.
હાઇકોર્ટ નાં હુકમ મુજબ અનિરુદ્ધસિંહ ને તા.18 નાં સરેન્ડર કરવા જણાવાયું હતુ.પણ તેવો સરેન્ડર થયા ના હતા. દરમ્યાન ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ ને સરેન્ડર થવા સુપ્રીમ કોર્ટ દ્વારા અઠવાડીયા ની આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાઈ હતી.અને આજે તા.19 નાં રાત્રીનાં આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર થવા હુકમ કરાતા આજે ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. રાઠોડની કોર્ટમાં તેઓ હાજર થયા હતા. અનિરુદ્ધસિંહ કોર્ટમાં હાજર થતાં જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરના રોજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો.અને આજ સાંજ સુધીમાં સરેન્ડર કરવા હુકમ કરાયો હતો. અનિરુદ્ધસિંહ નાં સરેન્ડર નાં પગલે ગોંડલ પોલીસ અને રાજકોટ રૂૂરલ એલસીબી બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કોર્ટમાં પહોંચી ગયો હતો.
કોર્ટ કાર્યવાહી બાદ અનિરુદ્ધસિંહ ને બંદોબસ્ત હેઠળ જુનાગઢ જેલ લઇ જવાયા હતા.ત્યાં એન્ટ્રી સાથેની પ્રાથમિક કાર્યવાહી બાદ તાલુકા પોલીસ દ્વારા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં તેમની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવી પુછપરછ હાથ ધરાઇ હતી.ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં અનિરુદ્ધસિંહ ની ભુમીકા,રહીમ મકરાણી સહિત નાં મુદ્દે રીમાંન્ડ ની તજવીજ હાથ ધરાશે તેવુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.
સરેન્ડર પૂર્વે અનિરૂધ્ધસિંહે જેલ મુક્તિનો રસ્તો કર્યો ? કહ્યું 15 દિવસમાં બહાર આવું છું
અનિરૂૂદ્ધને જૂનાગઢની જેલમાં લઈ જતી વખતે પોલીસ વાનમાં બેસાડે તે પહેલા હાજર પત્રકારોને તેમણે કહ્યું છે કે, હું પંદર દિવસમાં બહાર આવી રહ્યો છું. અનિરૂૂદ્ધસિંહના નિવેદનને લઈને એક વખત ફરીથી ધમાચકડી જોવા મળી રહી છે. આ નિવેદનને લઈને ફરીથી નવી ચર્ચા અને તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. શું અનિરૂૂદ્ધસિંહે બહાર આવવા માટે નવો રસ્તો બનાવી લીધો છે. શું નવો રસ્તો બનાવ્યો હોવાના કારણે જ તેઓ કોર્ટમાં સરેન્ડર થયા છે. નવો રસ્તો બનાવવા માટે જ એક દિવસનો સ્ટે લીધો હતો? અનિરૂૂદ્ધસિંહના નિવેદન પછી અનેક પ્રશ્ન ઉભા થઈ ગયા છે. જોકે, આ બધા પ્રશ્નોના જવાબ તો હવે પંદર દિવસ પછી જ મળી શકે છે.