અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહે જ અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવ્યો, સૂત્રધાર શબ્બીરની કબુલાત
રિબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આ કેસ નાં તપાસનીસ અને હાલ જેતપુર નાં પીઆઇ એ.ડી.પરમારે વધુ એક આરોપીને જડપી લઇ ગોંડલ કોર્ટ માં રજુ કરતા કોર્ટ દ્વારા તા.3 નવેમ્બર સુધીનાં રિમાન્ડ મંજુર કરાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એક સગીરા મારફત હનીટ્રેપ માં ફસાવી આપઘાત કરવા મજબુર કરવા અંગે મદદગારી કરનાર વધુ એક ફરાર આરોપી શબ્બીર સુલેમાન ની પીઆઇ એ.ડી.પરમારે જુનાગઢ નાં ચોબારી ગામેથી ધરપકડ કરી પુછપરછ હાથ ધરીછે.
પીઆઇ એ.ડી.પરમાર નાં જણાવ્યાં મુજબ જડપાયેલ શબ્બીર સુલેમાન અનિરુદ્ધસિંહ જાડેજાનો મુખ્ય સાગરીત છે. હનીટ્રેપ ની સમગ્ર ઘટનામાં શબ્બીર નો મુખ્ય રોલ છે.સગીરા સાથેનાં કોન્ટેક્ટ થી લઈ હનીટ્રેપ ને અંજામ આપવાં સુધીનાં ઘટનાક્રમ માં શબ્બીર મુખ્ય કાવત્રાખોર છે.તેણે અમીત ખુંટ ને ફસાવવા અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદિપસિંહ મુખ્ય હોવાની કબુલાત આપીછે.
રિમાન્ડ દરમ્યાન શબ્બીર સુલેમાન ની પુછપરછ માં આ ઘટના માં અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ ની સંડોવણી ઉપરાંત ની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા પોલીસે રાજકોટ થી અતાઉલ મણીયાર ની ધરપકડ કરી હતી.રિમાન્ડ દરમિયાન તેણે અનિરુદ્ધસિંહ નાં કહેવાથી અમીત ખુંટ ને હનીટ્રેપ માં ફસાવવાનું કાવત્રુ ઘડાયાની કબુલાત આપ્યા બાદ કોર્ટ માં પોલીસ નાં દબાણ થી આવુ કહ્યાનું ફેરવી તોળ્યુ હતુ.
આ ચકચારી પ્રકરણ માં પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા,પુજા ગોર, રહીમ મકરાણી ઉપરાંત વકીલ સંજય પંડીત તથા દિનેશ પાતર ની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય આરોપી રાજદિપસિંહ જાડેજા હજુ પોલીસ પક્કડ થી દુર છે.પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.
