રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલે
ગોંડલ અને રાજકોટની જેલમાં પોતાને ભય હોવાની અરજી બાદ અતાઉલ્લને જૂનાગઢ જેલમાં મોકલાયો
રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જૂનાગઢ રહેતા અતાઉલ્લ મણીયારની રીમાન્ડ પૂર્ણ થતા બન્નેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અમિત ખૂંટને હનીટ્રેપમાં કસાવવાનું ષડયંત્ર અનિરૂૂધ્ધસિંહ જાડેજાએ રચ્યું હોય અને તે સુત્રધાર હોવાનું તપાસ માં સામે આવ્યું છે.
એમિત ખૂંટે આપઘાત કર્યો તેના ત્રણ મહિના પહેલા જ તેને હનીટ્રેપમાં ફસાવવા માટે અનિરૂૂધ્ધસિંહ જાડેજાએ અતાઉલ્લને કામ સોંપ્યાની અતાઉલ્લે કબુલાત આપી છે. અતાઉલ્લના ડ્રાઈવર રહીમ મકરાણીએ અમિત ખૂંટ વિરૂૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાને તૈયાર કરી અમીત ખૂંટને જાળમાં ફસાવ્યો હતો.
અતાઉલ્લ મણીયારની આ કબુલાતથી અનિરૂૂધ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદીપસિંહ ઉપરાંત રહીમ મકરાણી,શબ્બીર હાલાની સંડોવણી ખૂલી રહી છે. સોરઠીયા ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલા અનિરૂૂધ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરતાં તેને જૂનાગઢ જેલહવાલે કરાવ્યો હતો. જ્યાંથી ગોંડલ તાલુકાપોલીસે તેનું અમિત આપઘાત કેસમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં.
અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂૂધ્ધસિંહ જાડેજાના અને તેના મળતિયા અતાઉલ્લના રિમાન્ડ પૂરા થતાં તેને ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ જૂનાગઢ જેલ હવાલે કર્યા છે. આ કેસના આરોપી અતાઉલ્લે ગોંડલ અને રાજકોટની જેલમાં પોતાને ભય હોવાની અરજી કોર્ટમાં કરી હતી. જેના આધારે કોર્ટે તેને જૂનાગઢ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.