રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મેડિકલ ચેક અપ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાયા
સિવિલ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ, મેડિકલ ચેક અપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા
હૃદયની તકલીફ હોય જૂનાગઢથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં જેલમાં બંધ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હ્રદયને લગતી તકલીફ હોવાથી મેડિકલ ચેક અપ માટે જુનાગઢ જેલ માંથી રાજકોટ સિવિલ લવાયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ચેકઅપ બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જુનાગઢ જેલમાં લઇ જવાયા હતા.
પોપટલાખા સોરઠીયા હત્યા કેસમાં જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલમાં લઈ આવવામાં આવ્યા હતા. તેમને હ્રદય સંબંધિત તકલીફ હોવાથી મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યાર બાદ તેમને ફરી જુનાગઢ જેલમાં લઈ જવાયા હતા આજીવન કેસની સજા બાદ અનિરૂૂધ્ધસિંહ જાડેજાની સજામાફી અંગેના કેસમાં હાઈકોર્ટે સજામાફીનો હુકમ રદ કર્યો હતો. બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પણ હાઈકોર્ટનો હુકમ ગાહ્ય રાખી એક માસમાં સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગે નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો અનિરુધ્ધ સિંહ જાડેજા સરેન્ડર થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ અમીત ખુંટ હત્યા કેસમાં જેલમાંથી કબજો મેળવ્યો હતો. હાલ અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ છે. અનિરુદ્ધસિંહ જાડેજાને હ્રદયને લગતી તકલીફ હોવાથી પ્રથમ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ત્યાં કાર્ડિયોલોજીસ્ટ તબીબ ન હોય તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
