સિવિલ હોસ્પિટલમાં દોઢ માસથી એન્જિયોગ્રાફીનું મશીન બંધ
પાર્ટસના ઇન્સ્ટોલેશનના અભાવે મશીન બંધ હોવાનો સત્તાધીશોનો લૂલો બચાવ
ડો.કયાડાના મતે એન્જિયોગ્રાફી ઇમર્જન્સી સારવાર નહીં, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ
એન્જિયોગ્રાફી કરાવવી હોય તો અમદાવાદ જવા સલાહ
શહેરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક સુવિધા તંત્રના પાપે ખોડંગાઇ જતા દર્દી આલમમાં દેકારો થઇ ગયો છે. સૌથી દુ:ખની વાત ત્યારે સાંભળવા મળી કે, દોઢ મહિનાથી બંધ એન્જિયોગ્રાફી મશીનને ચાલુ કરવાના કોઇ સુચારુ આયોજન કે, વ્યવસ્થાને બદલે જવાબદાર ડો.કયાડાએ એન્જિયોગ્રાફી મશીનને કોઇ ઇમરજન્સી સારવાર નહં પણ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ ગણાવ્યું છે. હવે દર્દીઓને એટેક જેવી મુશ્કેલી ઊભી થાય ત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલે ચાલ્યા જવાનો પણ જવાબદારની હદ વટાવતો જવાબ આપતાં દર્દી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ બાબતે મેળવાયેલી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી મશીન છેલ્લા દોઢ મહિનાથી બંધ હોવાન દર્દીઓન ફરિયાદનું તથ્ય જાણવા ‘ગુજરાત મિરર’ દ્વારા પ્રયાસ કરાતા સિવિલના જવાબદાર ડો.હેતલ કયાડાએ જાણાવ્યું હતુ કે, એન્જિયોગ્રાફી મશીનના ક્ષતિગ્રસ્ત, બગડેલા પાર્ટસના ઇન્સ્ટોલેશનના અભાવે મશીન બંધ પડ્યું છે અને પાર્ટ ઇન્સ્ટોલેશનના ટેકનિશ્યન આઉટ ઓફ ક્ધટ્રીના હોવાથ તેઓની આવવાની રાહ અને આ બાબતે વડી કચેરીને જાણ કરી દીધી હોવાનું ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું.
તેઓએ એવું પણ કહ્યું હતુ કે, એન્જિયોગ્રાફી મશીનએ કોઇ ઇમરજન્સી સારવાર નથી. આ એક ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે. દર્દીની સારવાર અટકતી નથી. દર્દીઓને જરૂર પડે તો અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવ શકે છે.આમ, એક જવાબદાર તબીબી અધિકારીના આવા જવાબથી દર્દી આલમમાં રોષ ફેલાયો છે.