જામજોધપુરના માંડાસણમાં આંગણવાડીના મહિલા કાર્યકર ઉપર પતિનો તલવાર વડે જીવલેણ હુમલો
રિસામણે ચાલી ગયેલી પત્ની નોકરી ઉપર આવતા પતિ તૂટી પડ્યો: હુમલાખોર પતિ સકંજામાં
ઉપલેટામાં રહેતી અને જામજોધપુરના માંડાસણ ગામે આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવતી પરિણીતા ફરજ ઉપર હતી ત્યારે રિસામણે ચાલી ગયાનો ખાર રાખી પતિએ તલવાર વડે હુમલો કરી છ થી સાત ઘા ઝીંકી દીધા હતા. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં આવેલા આમ્રપાલી સોસાયટીમાં રહેતી રમીલાબેન વિપુલભાઈ મકવાણા નામની 34 વર્ષની પરિણીતા જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને રમીલાબેન ફરજ ઉપર હતા ત્યારે તેના પતિ વિપુલ પ્રેમજી મકવાણાએ ઝઘડો કરી તલવાર વડે હુમલો કરી છ થી સાત ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી રમીલાબેન મકવાણાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જામજોધપુર પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રમીલાબેન પોરબંદરના રાણા કંડોણા ગામે માવતર ધરાવે છે. માંડાસણ ગામે રહેતા પ્રેમજી મકવાણા સાથે તેના લગ્ન થયા હતા.અને તેણીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે છેલ્લા દસેક માસથી પતિ દારૂૂ પી મારકુટ કરી ત્રાસ આપતો હોવાથી રમીલાબેન માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા અને જ્યાં માવતર પાસે બંને સંતાનોને રાખી રમીલાબેન ઉપલેટામાં રૂૂપ ભાડે રાખી રહેતા હતા અને માંડાસણ ગામે આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે ફરજ બદલાવતા હતા અને ગઈકાલે રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ પર હતા ત્યારે રીસામણે ચાલી ગઈ હોવાનો ખાર રાખી પતિએ તલવાર વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પત્ની ઉપર હુમલો કરનાર પતિને સકંજામાં લઈ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.