આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર
મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડની ક્ષતિયુકત જોવા મળી
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે અને મચ્છર જન્ય તથા પાણી જન્ય રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગંભીર રોગ અંગેની કાર્યવાહી ડોર ટુ ડોર થતી નથી જેની સામે શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોની વિગત જાહેર કરી તેઓએ સારવાર આપવામાં આવતી હોય છે.
છેલ્લા સાત માસ દરમિયાન બાળકોની આરોગ્ય તપાસણીના આંકડાઓ જાહેર થાય તે મુજબ 26 કેન્સર, 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડનીમાં ક્ષતિ જોવા મળતા તમામને સુપરસ્પેશિયાલીટી સારવાર આપવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના આરબીએસકે ટીમ દ્વારા વર્ષના પ્રારંભે શહેરની તમામ આંગણવાડીઓને શાળાઓમાં બાળકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને જૂલાઇ સુધીમાં આરોગ્ય તપાસણીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે મજુબ કુલ 190093 બાળકોની આરોગ્ય તપાસણી કરતા હૃદયરોગની શક્યતા ધરાવતા 126 બાળકો તથા કિડની ક્ષતિયુકત હોય તેવા 38 બાળકો અને બાળપણથી જ કેન્સરના લક્ષણો ધરાવતા હોય તેવા 26 બાળકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ તેમજ કોકલીયર ઇમ્પ્લાન્ટ-7 અને અન્ય ગંભીર રોગના 12 બાળકો જોવા મળ્યા હતા. આથી બાળકોના શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત સેવા મંજૂરી આપી તમામ 1583 બાળકોને સુપરસ્પાઇલીટી સારવાર માટે સેક્ધટરી અને ટેરેટરી કેર ખાતે રીફર કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્ષ દરમિયાન સતત તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં શરદી-તાવ-ઉધરશના લક્ષણો ધરાવતા હોય તેવા બાળકોને આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવે છે. જ્યારે મેલેરીયા તેમજ ડેન્ગ્યુ સહિતના લક્ષણો ધરાવતા બાળકોને સુરપસ્પેશિયાલીટી સારવાર નિયત કરેલ હોસ્પિટલ ખાતે આપવામાં આવતી હોય છે. અને આ પ્રકારના લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યા મોટી હોય છે. તેમજ સીઝનલ મુજબ હોવાથી પ્રથામિક સારવાર આપવાથી બાળકો સ્વચ્છ થઇ જતા હોય છે. પરંતુ ગંભીર બીમારીઓના લક્ષણો ધરાવતા બાળકોેને વધુ સારવાર અને લાંબી સારવારની જરૂરીયાત હોવાથી આ પ્રકારના ગંભીર બીમારીના લક્ષણો ધરાવતા બાળકોને જરૂરીયાત મુજબની તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
આરબીએસકેની ટીમ દ્વારા જાન્યુઆરથી જૂલાઇ માસ સુધી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ ગંભીર બીમારીના લક્ષણો ધરાવતા બાળકોની યાદી આજરોજ જાહેર કરવામાં આવેલ જે ભયજંનક હોવાનું સૂચવે છે. નાની ઉંમરેજ હૃદયરોગની શકયતાઓ ધરાવતા તેમજ કિડનીમાં ક્ષતિ અને કેન્સરના લક્ષણો ધરાવતા બાળકોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી કાર્યક્રમો યોજવાની સાથો સાથ આંગણવાડી અને શાળાએ આવતા ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોના વાલીઓ સાથે વાતાલાભ યોજી તેઓને રોગ વિશેની જાણકારી તેમજ ખાનપાન સહિતના મુદ્દે સમજાવવામાં આવી રહ્યા છે. છતાં સાત માસ દરમિયાન જાહેર થયેલા આંકડાઓ જોતા હવે વાલીઓ તેમજ તંત્રએ વધુ સજાગ રહેવાનો સમય આવી ગયો છે.
ફકત મધ્યમ વર્ગના બાળકોને ગંભીર બીમારીઓ કેમ ?
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરાતી હોય છે. જેમાં વાહક જન્ય રોગ ચાળાની વિગતો જાહેર થાય છે. પરંતુ શાળા અને આંગણવાડીઓમાં હેલ્થ ચકાસણી દરમિયાન આંકડાઓ જાહેર થાય છે. તે ફકત નાના બાળકોના હોય છે. આથી આંગણવાડીઓમાં મુખ્યત્વે મધ્યવર્ગીય પરિવારના બાળકો જતા હોવાનુ ખુદ આરોગ્ય વિભાગે સ્વીકારીયુ છે. ત્યારે ધનાઢય પરિવારોના બાળકો ગંભીર રોગમાં સપડાતા હશે કે કેમ તે અંગે આરોગ્ય વિભાગે વિગત જણાવી નથી. ત્યારે આંગણવાડીમાં જતા ફકત મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ગંભીર પ્રકારના રોગ થતા હોવાનુ માનવુ પડે તેમ છે.
પ્રાઇવેટ શાળાઓ તેમજ બાળકોની સંસ્થાઓમાં પણ ચકાસણી જરૂરી !
મહાનગરપાલિકા સંચાલીત અને ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચકાસણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના રીપોર્ટમાં બાળકોમાં ગંભીર પ્રકારની બિમારીઓ પગપેસારો કરી રહી હોવાનુ જણાવવામાં આવ્યુ છે. ત્યારે પ્રાઇવેટ શાળાઓ તેમજ બાળકો અભ્યાસ કરતા હોય અથવા રહેતા હોય તેવી હોસ્ટેલો જેમાં મધ્યગ વર્ગિય પરિવારના અનેક બાળકો હોય છે. ત્યારે આ પ્રકારના એકમોમા પણ સરકાર દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમો યોજવામાં આવે તો એનક બાળકોને નાન પણથી જ ગંભીર બીમારીથી બચાવી શકાય તેમ છે.