For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિલાયન્સ ગ્રીનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો અભૂતપૂર્વ જલ્સો

12:04 PM Mar 02, 2024 IST | Bhumika
રિલાયન્સ ગ્રીનમાં અનંત રાધિકાના પ્રી વેડિંગનો અભૂતપૂર્વ જલ્સો
  • દેશ-દુનિયાના સ્ટાર્સ અને સેલિબ્રિટીએ નિહાળ્યો અંબાણી પરિવારનો દબદબો

જામનગર નજીક આવેલ રિલાયન્સ ગ્રીન ખાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રિલાયન્સ વાળા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસની પ્રિવેડીંગ શેરેમની ગઈકાલથી શરૂ થઈ છે. ત્યારે આ શેરેમનીમાં દેશ અને દુનિયાના સેલીબ્રીટી તેમજ ફિલ્મ અને ક્રિકેટ સ્ટાર્સનો જમાવડો થયો છે. આશરે એક હજાર જેટલા વી વીઆઈપી મહેમાનોની હાજરીમાં ગતરાત્રે ભૂતપૂર્વ અને જાજરમાન કહી શકાય તેવો જલસો યોજાયો હતો. વિશ્ર્વભરના ઉદદ્યોગપતિઓ અને સ્ટાર્સ મુકેશ અંબાણીનો રિફાઈનરી તેમજ રિલાયન્સ ગ્રીનનો વૈભવ નિહાળીને અભિભૂત થઈ ગયા હતા. દેશના કદાચ સૌથી મોંઘા અને સેલીબ્રીટી તથા ઉદ્યોગપતિઓથી ભરપૂર આ ફંક્શનમાં ઈન્ટરનેશનલ સ્ટાર રિહાનાએ પરફોર્મ કરી મહેફીલમાં જાણે આગ લગાડી દીધી હતી.

Advertisement

ગઈકાલે પ્રથમ દિવસે હોલીવુડની પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોન્સથી રંગ જમાવ્યો હતો. ફંકશનને લઈ બોલિવૂડ સ્ટાર, ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. આ વચ્ચે જે જગ્યાએ પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે તેનો અંદરનો નજારો સામે આવ્યો છે. રિલાયન્સ ગ્રીન રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું હતું.

ગતરાત્રે ફંકશનનો પ્રથમ દિવસ હતો. ત્યારે આલીશાન નજારો જોવા મળ્યો હતો. રંગબેરંગી લાઈટોથી સમગ્ર કાર્યક્રમ સ્થળને સજાવવામાં આવ્યું હતું. કાલ રાતની પાર્ટીમાં મોટાભાગના સેલેબ્સ બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાની બગ્ગીમાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી હતી. તેમજ મુકેશ અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી.

Advertisement

મોંઘેરા મહેમાનોને મુકેશ અંબાણીએ આવકાર્યા હતા. તેમજ અનંત અને રાધિકાએ પણ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વિદેશીફૂલો અને લાઈટ્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. કોકટેલ પાર્ટી માટે સ્પેશિયલ ડોમ શણગારાયું હતું. રંગબેરંગી રોશનીથી રિલાયન્સ ગ્રીન્સ ઝળહળીઉઠ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement