ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અનંત અંબાણી પ્રી-વેડિંગ, જામનગરમાં ફરી પહોંચ્યા સલમાન-શાહરુખ સહિતના બોલીવુડના સિતારાઓ

12:57 PM Mar 07, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગર ખાતે પ્રી વેડિંગ સેલિબ્રેશન જાણે હજુ પૂરું થયું નથી. સલમાન ખાન, શાહરૂૂખ ખાન, રણવીર સિંહ, અરિજીત સિંહ, જ્હાન્વી કપૂર, ઓરી, રણવીર સિંહ સહિત કેટલાક સેલેબ્સ એક દિવસ બાદ ફરીથી જામનગર પહોંચ્યા છે. વાત જાણે એમ છે કે આ તમામ સેલેબ્રિટીઝ અનંત અને રાધિકાના એક્સ્ટેન્ડેડ પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા છે. આ ઈવેન્ટમાં જેમણે આ ઈવેન્ટને પૂરી ઓર્ગેનાઈઝ કરી તેમના પરિજનો અને ટીમ્સને બોલાવવામાં આવ્યા છે.

રિલાયન્સ ટીમના અનેક ડિવિઝન્સના લોકોને આમંત્રણ અપાયું છે જેમણે ઈવેન્ટના બેકએન્ડ પર કામ કર્યું છે. આ ઉપરાંત જામનગરના કેટલાક કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે જે રિલાયન્સ સાથે જોડાયેલા છે. પ્રી વેડિંગ માટે જે ડેકોરેશન અને સજાવટ કરાઈ હતી તે બધુ હજુ પણ એમ જ છે. કશું હટાવાયું નથી. પ્રી વેડિંગ સેરેમનીમાં જે સેલેબ્સે પરફોર્મન્સ આપ્યું હતું તેઓ હવે ફરીથી આપવાના છે.

રિલાયન્સના કર્મચારીઓ અને સ્થાનિકો માટે એક્ટર્સ પરફોર્મ કરવાના છે. અરિજીત પોતાના ગીતોથી મોજ કરાવશે. તમામ સેલેબ્સ એક દિવસ માટે જામનગર આવવા માટે તૈયાર થયા હતા. પરફોર્મ કરીને તેઓ પાછા ફરી જશે. વંતારા એનિમલ હોસ્પિટલમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમને પણ બોલીવુડ શો માટે બોલાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. તેમાં એ જ વેરાઈટી અને વિકલ્પ રાખવામાં આવ્યા છે જે પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન રાખવામાં આવ્યા હતા.

Tags :
Anant and Radhika's pre-weddingBollywood starsgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement