આનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશે
નવા વકીલો માટે લેવામાં આવતી એઆઈબીઈ ની પરીક્ષા કેન્દ્ર પુન: રાજકોટ ને ફાળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલે કરેલી લેખિત રજૂઆતને પગલે એઆઈ બી ઇ ની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ દ્વારા વકીલો માટે એઆઈબીઈ ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય અને વર્ષ 2010 થી પરીક્ષા માટે અમદાવાદ, સુરત અને રાજકોટ કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2022 માં રાજકોટ કેન્દ્રમાં 2,000 થી વધુ પરીક્ષાર્થીઓ માટે અલગ અલગ કોલેજમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ રાજકોટના વકીલ દ્વારા પેપર ફોડયાનું સ્ટીગ કરવામાં આવ્યું હતું. જે સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમામ પરીક્ષાથી ની પરીક્ષા રદ કરી હતી અને નિવૃત્ત જસ્ટિસની ટીમ બનાવી તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં વકીલ દોષિત થતા સનદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. બાદ વર્ષ 2022 ના રાજકોટ કેન્દ્રના તમામ વિદ્યાર્થીને ફરીથી પરીક્ષા આપવી પડી હતી.
ગત વર્ષ 2024 માં રાજકોટ કેન્દ્રનું સેન્ટર બંધ થતા નવા વકીલોને અમદાવાદ ,સુરત પરીક્ષા આપવા માટે હાલાકી ભોગવવી પડેલ હતી પરંતુ વકીલોના હમસફર અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે હકીકત ધ્યાને લઈ અને ભાવિ વકીલોની ચિંતા કરી રાજકોટને ફરીથી પરીક્ષા કેન્દ્ર આપવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેને લીધે આગામી એઆઈ બી ઇ ની પરીક્ષા માટે સૌરાષ્ટ્રના ભાવિ વકીલો માટે પુન: રાજકોટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
