ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આનંદો; શેરી ફેરિયા લોન યોજનાનો ફરીથી પ્રારંભ

06:26 PM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

મનપાએ એપ્રિલમા બંધ કરેલ, સરકારે લોનની રકમમાં વધારો કરી મંજૂરી આપતા સપ્ટેમ્બરથી શરૂ કરાશે

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામા આવેલ જેમાં શેરી ફેરીયાઓ અને નાના ધંધાર્થીઓને રૂા.10થી લઇને રૂા.50 હજાર સુધીની વગર વ્યાજ લોન આપવામાં આવતી હતી. જેનો લાભ હજારો નાના ધંધાર્થીઓએ લીધો હતો. ગત એપ્રિલમાં આ યોજના અચાનક બંધ કરે દેવાતા સ્વનિધિ યોજના ફરી વખત શરૂ કરવાની માંગ ઉઠેલ જે અંતર્ગત કેન્દ્ર સરકારે ગઇકાલે પીએમ સ્વનિધિ યોજના ફરી શરૂ કરી લોનની રકમમાં વધારો કરી આ યોજના 2030 સુધી ચાલુ રહેશે તે પ્રકારનો પરીપત્ર જાહેર કરતા રાજકોટ મહાનગરપાલિકાએ આજથી તૈયારીઓ આરંભી છે અને સંભવત 1 સપ્ટેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

સરકારે પીએમ સ્વનિધિ યોજના ફરી વખત શરૂ કરી છે. જેમાં હવે નાના ધંધાર્થીઓને પ્રથમ 10ના બદલે 15 હજાર બીજા તબક્કામાં 20ના બદલે 25 હજાર અને ત્યાર બાદ ત્રીજા તબક્કમાં 50 હજારની વગર વ્યાજની લોન મળવા પાત્ર છે. તેમજ ડિજિટલ પેમેન્ટનો વિકંલ્પ પસંદ કરનારા નાના વેપારીઓને રૂા.1600 સુધીનો પ્રોત્સાહન આપવામાં આવશે.

સરકાર દ્વારા સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. શેરી ફેરીયાઓ તેમજ નાના ધંધાર્થી અને રેકડી અને ખુમચા પર બેસીને ધંધો કરતાં નાના વેન્ડર્સ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બેઠકમાં 7,332 કરોડ રૂૂપિયાના બજેટ સાથે આવા સ્ટ્રીટ વેન્ડર્સ માટેની પીએમ સ્વનિધિ યોજનાના પુન:ગઠન અને વિસ્તરણને 31 માર્ચ, 2030 સુધી મંજૂરી આપી દીધી છે. તેઓ હવે બેન્ક પાસેથી વધારે લોન લઈ શકશે. અહેવાલો અનુસાર વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ(પીએમ સ્વનિધિ) યોજના હેઠળ પહેલા હપતાની લોન મર્યાદા 10,000 રૂૂપિયાથી વધારીને 15,000 રૂૂપિયા અને બીજો હપતો રૂ. 20,000થી વધારીને 25,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જો કે ત્રીજો હપતો.

રૂૂ. 50,000 પર જળવાઈ રહેશે. સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર માસથી અમલવારી શરૂ કરાશે લોન લેનાર પોતાનું બીજું ઋણ સમયસર ચૂકવનારા સ્ટ્રીટ વેન્ડર્સ હવે આકસ્મિક વ્યવસાયિક અને વ્યક્તિગત જરૂૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુપીઆઈ સાથે જોડાયેલ રૂૂપે ક્રેડિટકાર્ડ માટે પાત્ર બની જશે. આ સાથે રિટેલ અને જથ્થાબંધ લેવડ દેવડ માટે ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરનારા નાના વેપારીઓને રૂ.1600 સુધીનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

Tags :
govermentgujaratgujarat newsStreet Feria Loan Scheme
Advertisement
Next Article
Advertisement