For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આનંદો, રાજ્યના 67 વિભાગોની 378 જગ્યાઓમાં મેગા ભરતીની જાહેરાત

11:54 AM Nov 29, 2025 IST | Bhumika
આનંદો  રાજ્યના 67 વિભાગોની 378 જગ્યાઓમાં મેગા ભરતીની જાહેરાત

Advertisement

સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જીપીએસસી દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના વિવિધ 67 વિભાગો માટે જીપીએસસીએ મેગા ભરતી જાહેર કરી છે. જેના માટે આજથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. જીપીએસસી 67 વિભાગોની 378 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આગામી 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.

જીપીએસસી દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું કે, કુલ 67 જાહેરાતો માટે આજે તા.29ના બપોરે 01:00 વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in પર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

Advertisement

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની મેડીકલ સોશિયલ વર્કર, વર્ગ-3 માટે નવી ભરતી જાહેર કરી છે. ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત આ પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્તમ તક માનવામાં આવી રહી છે. ઉમેદવારો 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જાહેર થયેલી કુલ 46 જગ્યામાં બિન અનામત 20, આર્થિક રીતે નબળા વર્ગ 4, અનુ. જાતિ 3, અનુ. જન જાતિ 7 અને સા.શૈ.પ.વર્ગ હેઠળ 12 જગ્યાનો સમાવેશ થાય છે. મેડીકલ સોશિયલ વર્કર પદ માટે માન્ય યુનિવર્સિટીમાંથી MSW (મનોચિકિત્સા), MSW અથવા ખઅ MA Social Work જેવી ડિગ્રી જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement