For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકનો વણથંભ્યો સીલસીલો જારી, શહેરમાં વધુ ત્રણ જિંદગી ભરખી ગયો

04:30 PM Feb 29, 2024 IST | Bhumika
હાર્ટએટેકનો વણથંભ્યો સીલસીલો જારી  શહેરમાં વધુ ત્રણ જિંદગી ભરખી ગયો

શહેરમાં લાંબા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ સતત બની રહી છે રોજ સૂરજ ઉગે એને કોઈને કોઈ પરિવારના સ્વજનનો ભોગ લેવાય છે તેવી જ રીતે આજે શહેર ત્રણ જુદાજુદા બે સ્થળોએ એક મહિલા એક પ્રોૈઢ અને એક વૃદ્ધનો હાર્ટ એટેકે ભોગ લીધાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું હતું.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલ જૈન દેરાસરને સામેની શેરીમાં આવેલા ભવાની કોમ્પ્લેક્સમાં રહેતા નિલેશભાઈ અગ્રાવત નામના એડવોકેટના પત્ની અમિતાબેન આજે સવારે છ વાગ્યે પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ અમિતાબેનને મૃત જાહેર કર્યા હતા. આજી ડેમ પોલીસના કહેવા મુજબ મૃતક અમિતાબેનને સંતાનમાં એક દીકરી છે તેમજ તેમના પતિ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે બનાવથી બાવાજી પરિવારમાં શોખ ફેલાયો છે.

જ્યારે બીજા બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ શહેરના રેસકોર્સ પાર્ક શેરી નંબર બી 77 માં રહેતા રામજીભાઈ કાનજીભાઈ ગોહિલ ઉમર 63 આજે સવારના 8:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ રામજીભાઈ નું હાર્ટ એટેક થી મોત થયાનું જાહેર કર્યું હતું. પ્રદ્યુમન નગર પોલીસના જણાવ્યા મુજબ મૃતકને એક દીકરો અને ચાર દીકરી છે તેમજ પી ડબ્લ્યુ ડી ડિપાર્ટમેન્ટમાં નોકરી કર્યા બાદ નિવૃત્ત જીવનગાળતા હતા. મૃતક બે ભાઈમાં નાના હતા. બનાવથી ગોહિલ પરિવારમાં શોક ફેલાયો છે.

Advertisement

જયારે ત્રીજા બનાવમાં શહેરના લક્ષ્મીનગરમાં રહેતા દિનેશભાઇ વજુભાઇ માલા (ઉ.51) ગઇકાલે સાંજે 6:00 વાગ્યે જે.કે.મશીન ટુલ્સ, મણીનગર મેઇન રોડ, અશોક ગાર્ડન પાસે હતાં. ત્યારે અચાનક ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમને ફરજ પરના તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement