સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી
05:12 PM Jun 16, 2025 IST | Bhumika
Advertisement
ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા
રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા આજે બપોરે 2.30 વાગ્યે તેમનો પાર્થિવદેહ હિરાસર એરપોર્ટ અને ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ લાવવામા આવ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડીએ લોકપ્રિય નેતા સ્વ. વિજયભાઇ રૂપાણીને પુષ્પાંજલી અર્પવા અભૂતપૂર્વ મેદની ઊમટી પડી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગ્રીનલેન્ડ ચોકડીથી કેસરી પુલ સૂધી હજારો લોકો સ્વ. વિજયભાઇનાં પાર્થિવદેહની રાહ જોઇને ઉભા હતા. અને શબવાહીની પસાર થતા પુષ્પવર્ષા કરી પુષ્પાંજલિ અર્પી હતી. અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રોતા પણ નજરે પડયા હતા. અમુક કાર્યકરોએ વિજયભાઈ અમર રહોના નારા લગાવ્યા હતા.
Advertisement
Advertisement