મોરબીના જીવાપર ગામે કૂવામા પડી જતા અજાણ્યા યુવાનનું મોત
ટંકારા તાલુકાના જીવાપર ગામે કુવામાં પડી જતા અજાણ્યા યુવાનનું મોત થયું હતું તેમજ લજાઈ ગામે તળાવમાં ડૂબી જતા 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે મોરબી ફાયર ટીમે બંને મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે
પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવામાં અજાણ્યો યુવાન પડી ગયો હતો જીવાપર ગામથી ચાર કિલોમીટર દુર વાડીમાં આવેલ 60 ફૂટ ઊંડા કુવામાં અજાણ્યો યુવાન પડી ગયાની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી.
અને કુવામાં પડી ગયેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો બીજા બનાવમાં ટંકારા તાલુકાના વીરપર અને લજાઈ વચ્ચે તળાવમાં ડૂબી જતા વૃદ્ધનું મોત થયું હતું કનુભાઈ સિમલા ભુરીયા (ઉ.વ.60) નામના વૃદ્ધનું તળાવમાં ડૂબી જતા મોત થયું હતું ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો છે અને ટંકારા પોલીસે બંને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે તે ઉપરાંત મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.