જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવી અજ્ઞાત યુવતીનો આપઘાત
જામનગરમાં લાખોટા તળાવ ગેઇટ નંબર સાતની સામેના ભાગમાં આજે સવારે 10.15 વાગ્યાના અરસામાં 35 વર્ષની વય ની એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ઝંપલાવી દઈ આત્મહત્યાનું પગલું ભરી લેતાં તેણીનું મૃત્યુ નીપજયું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ મૃતદેહ ને બહાર કાઢ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત લાખોટા તળાવના સિક્યુરિટી ગાર્ડ ને ધ્યાનમાં આવ્યું હતું કે 35 વર્ષની વયની એક યુવતી એ તળાવમાં ઝંપલાવી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેથી તેણે તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને યુવતીને બેશુદ્ધ અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ 108 ની ટુકડીને જાણ કરી દેતાં 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બેશુદ્ધ બનેલી યુવતી કે જેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું 108 ની ટીમ દ્વારા જાહેર કરાયું હતું.
જે મૃતદેહ ને જી.જી હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં લઈ જવાયો હતો. મૃતક યુવતીની ઓળખ થઈ શકી નથી જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.