આટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધા
11:49 AM Jun 09, 2025 IST
|
Bhumika
Advertisement
ગઈકાલે મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર બેકાબુ ટ્રકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં બેકાબુ ટ્રકે રસ્તાની સાઈડમાં ઉભા રહેલા ચારેક વાહનોને ઠોકરે ચડાવતા અફરાતફરી મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીકથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકનું સ્ટીયરિંગ લોક થઈ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે બેકાબુ બનેલા ટ્રકે રોડની સાઈડમાં ઉભી રહેલી ત્રણેક જેટલી કાર અને એક બાઈકને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતના કારણે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા.
Advertisement
સદ્દનસીબે કારના ચાલકો પોતાનું વાહન રોડની સાઈડમાં પાર્ક કરીને ચા-નાસ્તો કરવા ગયા હોવાથી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે અકસ્માતના પગલે થોડા સમય માટે રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી.
Next Article
Advertisement