ગોંડલની મધ્યમાં રહેલી વરસો જૂની ઝૂંપડપટ્ટી હટાવાઇ
ગોંડલ શહેર ની મધ્યમાં એમ.બી.કોલેજની બાજુમાં આવેલી તાલુકાનાં પટ તરીકે ઓળખાતી જગ્પા પર વહીવટી તંત્ર દ્વારા સવારે ડીમોલેશન કરી ત્યાં વરસોથી રહેલા અંદાજે દોઢસો જેટલા ઝુંપડા હટાવી દેવાયા હતા.નગરપાલિકા તંત્ર દ્વારા વરસોથી ખડકાયેલી ઝુપડ્પટ્ટી પર બુલડોઝર ફેરવી અંદાજે આઠ હજાર સ્કેરમીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી.આ જમીન પર આગામી સમય માં રેવન્યુ વિભાગ નાં કર્મચારીઓ નાં ક્વાર્ટર બનશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે.
શહેર નાં ભુવનેશ્રવરી મંદિર નજીક કોલેજ ને અડીને સરકારી જમીન પર વરસોથી ઝુપડપટ્ટી ખડકાયેલી છે.આ જગ્યા પહેલા નગરપાલિકા હસ્તક હતી.બાદમાં ડેપ્યુટી કલેક્ટર હસ્તક આ જમીન ચાલી જતા અહી સરકારી ક્વાર્ટર બનાવવા દરખાસ્ત કરાઇ હોય જે મંજુર થતા કલેક્ટર દ્વારા દબાણ હટાવવા આદેશ કરાયા હતા.ઝુપડાધારકો ને બે મહીના અગાઉ ઝુપડા હટાવવા નોટીસ અપાઇ હતી.પણ ઝુપડપટ્ટી નહી હટતા આજે ડીમોલેશન કરાયું હતુ.આ વેળા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
દરમ્યાન નજીક માં આવેલી જુની હોમગાર્ડ ઓફિસ ને અડીને આવેલી રામગરબાપુ ગૌશાળા માં બહાર પડેલો પાલો અને ઘાસચારો તુરંત હટાવી લેવા તંત્ર દ્વારા તાકીદ કરાતા ગૌસેવકો માં રોષ ફેલાયો હતો. રાનગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ નાં જયકરભાઇ એ જણાવ્યું કે આ જગ્યામાં પાકા બાંધકામ કરી અનેક દબાણ કરાયા છે.તે હટાવવા ની હિંમત તંત્ર ધરાવતું નથી.અને ગૌધન નો ચારો કે ઘાસ તંત્ર ને નડતર રુપ થાય છે.આમ તંત્ર દ્વારા દબાણ હટાવવા માં વહાલા દવલાની નીતિ રખાતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.