પત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
સાયલાના શાંતિનગરમાં રહેતા વૃદ્ધ પત્નીને ધારીયુ મારી ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ગામમની સિમમાં વોકળામાંથી તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યુ છે. આ અંગે પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીઅમે અથે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ સાયલાના શાંતિનગરમાં રહેતા પશવાભાઇ ભીમાભાઇ જમોડ (ઉ.વ.61)નામના વૃદ્ધ ગત તા.25/8ના તેની પત્ની સુબલબેનને માથામાં ધારીયુ મારી ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં ગઇકાલે ગામની સીમમાં વોકળામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ બે બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ચાર પુત્ર હોવાનુ જાણવા મળ્ય છે. વધુ તપાસમાં તેમને એક વર્ષથસ માનસિક બિમારી હોય અવાર નવાર પત્નીને મારીને ઘરેથી નીકળી જતા હોય છે. વૃદ્ધ ઘરેથી નીકળી ઝેરી દવાપી આપઘાત કરી લીધાનું ખુલવા પામ્યુ છે આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહની ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
થાનના હિરાણા ગામની સીમમાં અજાણી યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળી થાન તાલુકાના હિરાણા ગામની સીમમાં અજાણી યુવતી (ઉ.વ.આશરે 25)નો ઝાડ સાથે લટકતી હાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા તરણેતરના મેળામાં બંદોબસ્તામાં રહેલો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવતની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.