જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત
એકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ભરેલુ પગલું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના 65 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મકાન માલિક સામે ગુનો
જામનગર નજીક વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 26 જેટલા રૂૂમ કે જેમાં પર પ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાદુઆત ની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી અને બેદરકારી રાખવી હતી. જેથી પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની મકાનમાલિક હનીફ કરીમભાઈ ખફી સામે બી. એન. એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.