ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢ નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો

11:45 AM Oct 16, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ઉપલેટાના વડાળીમાં દિવાલ પરથી પટકાયેલા આધેડે દમ તોડ્યો

Advertisement

જૂનાગઢમાં આવેલા જોશીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને ધોરાજી રોડ પર જઈ રહ્યા હતા ત્યારે સાબરપુર ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં આવેલા જોશીપરા વિસ્તારમાં રહેતા ગોબરભાઈ નાથાભાઈ સાકરિયા નામના 85 વર્ષના વૃદ્ધ ત્રણ દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ધોરાજી રોડ ઉપર સાંજના સમયે જઈ રહ્યા હતાં.

ત્યારે સાબરપુર ચોકડી પાસે ગોબરભાઈ સાકરિયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં જામકંડોરણાના મોજ ખિજડિયા ગામે રહેતા કાનજીભાઈ તેજાભાઈ ચાંડપા નામના 49 વર્ષના આધેડ પાંચ દિવસ પૂર્વે ઉપલેટા તાલુકાના વડાળી ગામે ગઢની રાંગ તરીકે ઓળખાતી દિવાલ પર બેઠા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતાં. આધેડે રાજકોટ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsjunagadhnews
Advertisement
Advertisement