પૌત્રને સ્કૂલેથી લઇ ઘરે પરત ફરતાં વૃદ્ધનું અકસ્માતમાં મોત
કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે પ્રૌત્રને સ્કૂલેથી લઇને ઘરે જતાં વૃદ્ધને અજાણી રીક્ષાએ ઠોકરે લેતા તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓનું સારવાર બાદ મોત નીપજયુ હતું. આ અંગે ભક્તિનગર પોલીસે અકસ્માત સર્જનાર રીક્ષાનાં ચચાલક વિરૂદ્ધ કાર્યવાી કરવા તજવીજ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કોઠારીયા મેઇન રોડ હુડકો કર્વાટરમાં રહેતા રઘુવિરસિંહ ગગુભા જાડેજા નામના 77 વર્ષના વૃદ્ધ બાઇક લઇ તેમના પૌત્ર શિવરાજસિંહને લઇ ઘરે પરત ફરતા હતા ત્યારે નંદા હોલ પાસે અજાણ્યા રીક્ષાના ચાલકે ઠોકરે ચડાવતા રઘુવિરસિંહ અને તેમના પૌત્ર રસ્તા પર પટકાયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્ યાં તેમનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું. રઘુવિરસિંહને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પોતે બે ભાઇમાંં મોટા હતા. તેઓ ભવાની ઇન્ડસ્ટ્રીઝનાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેઓના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.