મોરારિબાપુની રામકથામાં આવેલ દોલતપર ગામનું વૃદ્ધ દંપતી વિખુટું પડ્યું
રેસકોર્સ ખાતે ચાલતી મોરારી બાપુની રામ-કથા માં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી ભાવિકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે ત્યારે મોરારી બાપુની રામ-કથા માં આવેલ દોલતપર ગામનું વૃદ્ધ દંપતી વિખૂટું પડતા પતિને શોધવા વૃધ્ધાએ પોલીસની મદદ માંગતા પ્ર.નગર પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ગુમસુદાની નોંધ કરી વધુ તપાસ શરુ કરી છે.
રાજકોટના દોલતપર ગામેથી ગોપાલ ભાઈ બચુભાઈ રામાણી, (ઉ.વ.આશરે 70) તેમના પત્ની સાથે રેસકોર્સ ખાતે ચાલતી મોરારી બાપુની રામ-કથા માં આવેલ હતા. દંપતી બંને અલગ અલગ કથા સ્થળે બેઠા હતા.કથા પૂર્ણ થતા જયારે ભાવિકો કથા સ્થળેથી બહાર નીકળ્યા ત્યારે ગોપાલભાઈ ગુમ થયા હતા તેમની સાથે આવેલ પત્નીએ શોધખોળ કરતા ગોપાલભાઈ મળ્યા ન હોય સુરત રહેતા પુત્રને જાણ કરી હતી. આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ગોપાલભાઈના ગુમ થવા અંગે નોંધ કરવામાં આવી છે.ગુમ થયેલ ગોપાલભાઈએ કાળા કલરનો કોટ પહેરેલ છે. આ અંગે કોઈ માહિતી મળી આવે તો પ્ર.નગર પોલીસ સ્ટેશન મો.નં.6359627405 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું હતું.