For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ

12:29 PM Feb 26, 2025 IST | Bhumika
સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો  હર હર મહાદેવનો ગુંજતો નાદ

સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉમટી પડયો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઊમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું છે. ૐ નમ: શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું, અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો. સોમનાથ મહાદેવને પ્રાત: મહાપૂજન માં વિશ્વશાંતી અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલી હતી. પ્રાત: શૃંગારમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફુલના હારોનો ઉપયોગ કરવામાં આવેલો હતો. પારંપરિક શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement