For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક વર્ષનો માસૂમ રમતા રમતા પાણીની ડોલમાં પડી જતાં મોત

05:12 PM Sep 04, 2024 IST | Bhumika
એક વર્ષનો માસૂમ રમતા રમતા પાણીની ડોલમાં પડી જતાં મોત
Advertisement

રાજકોટની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના વડવાજડી ગામે રહેતા પરિવારનો એક વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પટકાયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા પરિવારનો દિવ્યેશ સંજયભાઈ બંસલ નામનો એક વર્ષનો માસુમ બાળક સાંજના સમયે પોતાના ઘરે રમતો હતો. ત્યારે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો. માસુમ બાળકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મેટોડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement