ઠેબા ચોકડી પાસેથી 16.32 લાખનો વિદેશી દારૂ ભરેલ આઇસર ઝડપાયું
એલસીબીએ રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી
જામનગર એલસીબીએ દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી મોટો જથ્થો દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલસીબીએ પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના ગુનાઓને ડામવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. આ જ ડ્રાઇવમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે ઠેબા ચોકડી હાઇવે રોડ પરથી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂૂની 305 બોટલો, બે મોબાઇલ ફોન અને આઇસર ટ્રક મળી કુલ રૂૂ. 16,32,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં બે આરોપીઓ (1) જોગારામ મોતીરામ રાવજી બારોટ અને (2) રેવતારામ ભુમારામ રવજી બારોટ, બંને રહે. રાજસ્થાનને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી સહિત એલસીબી સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આ કામગીરીને સફળ બનાવવા માટે ખૂબ જ સમર્પણ અને મહેનત કરી છે. ખાનગી બાતમીના આધારે ટ્રકને રોકીને તપાસ કરવી અને મુદ્દામાલ કબજે કરવો એ પોલીસની ચાતુર્યતા દર્શાવે છે.