મીલપરાના વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પીધું
શહેરમા મીલપરા વિસ્તારમા રહેતા વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લીધુ હતુ. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મીલપરામા રહેતા કિરણબેન ચંદ્રકાંતભાઇ ઉનડકટ નામના 6પ વર્ષના વૃધ્ધા પોતાનાં ઘરે હતા ત્યારે બપોરનાં ચારેક વાગ્યાનાં અરસામા એસીડ પી લીધુ હતુ. વૃધ્ધાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાથમીક પુછપરછમા કિરણબેન ઉનડકટને સંતાનમા 3 પુત્રી છે. જે સાસરે છે. કિરણબેન અને તેમના પતિ બંને એકલા જ રહે છે. પતિ માર્કેટ યાર્ડમા નોકરી પર જતા રહેતા એકલવાયા જીવનથી કંટાળી કિરણબેને એસીડ પીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા મુળ વિછીયા પંથકના વતની અને મહીકા રોડ પર રાધીકા સોસાયટીમા રહેતા અજય ધીરૂભાઇ મીઠાપરા (ઉ.વ. રપ) એ રાત્રીનાં સમયે જવલનશીલ પ્રવાહી પી લેતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો. પ્રાથમીક તપાસમા અજય મીઠાપરાનાં 3 મહીના પહેલા જ જયોતીબેન સાથે લગ્ન થયા છે. પત્ની સાથે મશ્કરીમા જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.