For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના બાલંભડીમાં પ્રાઈમસની ઝાળે દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યો

04:12 PM Dec 07, 2024 IST | Bhumika
કાલાવડના બાલંભડીમાં પ્રાઈમસની ઝાળે દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યો
Advertisement

કાલાવડના બાલંભાડી ગામે રહેતા વૃદ્ધા દૂધ ગરમ કરતી વેળાએ પ્રાઇમસની ઝાળે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના બાલભડી ગામે રહેતા કેસરબેન કેશવજીભાઈ હિરપરા નામના 75 વર્ષના વૃદ્ધા ગત તા.21 ના રોજ સવારના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પ્રાઇમસ ઉપર દૂધ ગરમ કરતા હતા ત્યારે પ્રાઇમસની ઝાળે અકસ્માતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાજી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં કેસરબેન હીરપરાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વાંકાનેરમાં આવેલા જીનપરા વિસ્તારમાં રહેતી કિંજલબેન વિજયભાઈ બાવળિયા નામની 22 વર્ષની નવોઢાએ કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement