ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું
જામનગરના ખોડીયાર કોલોની નજીક પ્રગતિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વિપ્ર બુઝુર્ગ, કે જેઓ પોતાની બીમારીથી ત્રસ્ત બની ગયા હતા, અને આત્મહત્યાનો પ્રયત્ન કરવા જતાં પંખા માંથી નીચે પટકાઇ પડ્યા હતા, અને માથાના ભાગે ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવવાની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક પ્રગતિ પાર્ક વિસ્તારમાં શ્ર્લોક એપાર્ટમેન્ટ ના બ્લોક નંબર 201 માં રહેતા સંદીપભાઈ પ્રદ્યુમનભાઈ અધ્યારુ નામના સત્તાવન વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હતા. તેઓના શરીરમાં જુના ત્રણેય ઓપરેશન કરાવેલા હોવાથી તબિયત સારી રહેતી ન હતી.
જે તબિયતના કારણે તેઓએ આત્મહત્યા કરી લેવાનું નક્કી કર્યું હતું. દરમિયાન ગત 9.7.2025 ના દિવસે તેઓએ પોતાના ઘરના હોલમાં પંખામાં ચૂંદડી બાંધી ગળા ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે હેમરેજ ડ સહિતની ઈજા થઈ હતી દરમિયાન મૃતકના પત્ની ગાયત્રીબેન ઉપરાંત શૈલેષભાઈ પંડ્યા વગેરે આવી ગયા હતા, અને તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે. આ બનાવવા અંગે શૈલેષભાઈ સનતભાઈ પંડ્યાએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના એ. એસ આઈ ટી આઈ ટી.કે. ચાવડા બનાવના સ્થળે ઉપરાંત હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે.