યુનિવર્સિટી રોડ પર કવાર્ટરમાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા પ્રૌઢે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા જીતુભાઇ વશરામભાઇ ચારોલા (ઉ.વ.55) નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે બારીમાં તાર બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેમને ભેબાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કરતા યુનિવર્સિટી પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક જીતુભાઇ બે ભાઇ ત્રણ બહેનમાં મોટા અને ડ્રાઇવીંગ કામ કરતા તેમને સંતાનમાં બે પુત્ર છે. આજે સવારે પત્ની અને પુત્ર હોસ્પિટલે દવા લેવા ગયા હતા ત્યારે પાછળથી ઘરે એકલા હોય આ પગલુ ભરી લીધું હતુ. બિમારીથી કંટાળી તેમણે આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.