દ્વારકા દર્શન કરી રાજકોટ સંબંધીને મળવા આવેલા મુંબઇના વૃધ્ધનું હોટલમાં બેભાન થતાં મોત
રોહીદાસપરાના યુવાને બીમારી સબબ સારવારમાં દમ તોડયો
દ્વારકા-સોમનાથ દર્શન કરી રાજકોટ સબંધીને મળવા આવેલા મુંબઇના વૃધ્ધનુ હોટલમા બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા શોકની લાગી પ્રસરી છે.
મળતી વિગત મુજબ જયેન્દ્રભાઈ કાંતિલાલ જોશી (ઉંમર વર્ષ 80, રહે. શ્રેય સિનેમા, ઘાટકોપર, વેસ્ટ મુંબઈ) ગઈકાલે રાત્રીના 10:00 વાગ્યાં આસપાસ પોતે રાજકોટના ત્રિકોણ બાગ પાસે આવેલી ભાભા હોટલમાં હતા.
ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. જયેન્દ્રભાઈને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. પોતે મુંબઈ રહે છે પણ અહીં દ્વારકા સોમનાથ દર્શન કરવા આવ્યા હતા.દ્વારકા સોમનાથ દર્શન કરી રાજકોટમાં સગા રહેતા હોય તેને મળવા માટે હોટલમાં રોકાયા હતા. વૃદ્ધના મૃતદેને પીએમ માટે ખસેડાયો હતો. અહીં પરિવારજનો દોડી આવ્યા હતા. ગમગીની છવાઈ હતી.
બીજા બનાવમા કુવાડવા રોડ ઉપર રોહીદાસપરામા રહેતા મનીષકુમાર વિરજીભાઇ સાગઠીયા (ઉ.વ. ર8 ) નુ બેભાન હાલતમા સિવીલ હોસ્પીટલમા સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવાર શોકની લાગણી પ્રસરી છે મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનના નાનો અને અપરીણીત હતો . અને દારુની કુટેવ ધરાવતો હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.