મોરબી ઘુંટુ રોડ પર ક્ધટેનર અડફેટે સાઈકલચાલક વૃધ્ધનું કરૂણ મોત
મકનસર નજીક બોલેરોચાલકે રીવર્સમાં લેતી વખતે મહિલાને ઠોકર મારતા મોત
જૂના ઘુંટુ રોડ પર વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે ક્ધટેનર ચાલકે પુરઝડપે ચલાવી સાયકલને હડફેટે લેતા સાયકલ પાછળના જોટામાં આવી જતા ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું. મોરબી પચીસ વારિયામાં રહેતા દિનેશ નથુભાઈ સોલંકીએ ક્ધટેનર જીજે 12 એટી 8382ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉ.વ.60) વાળા સાયકલ લઈને જૂના ઘુંટુ રોડ પરથી જતાં હતા ત્યારે ક્ધટેનર ચાલકે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાને સાયકલ સાથે હડફેટે લીધા હતા અને પાછળના જોટામાં આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ ક્ધટેનર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
બોલેરોની ઠોકરે પગપાળા જતી મહિલાનું મોત
મકનસર નજીક મહિલા રોડની સાઈડમાં ઉભી હતી ત્યારે બોલેરો ચાલકે રીવર્સ લેતી વખતે મહિલાને ઠોકરે ચડાવતા 55 વર્ષીય મહિલાનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. મૂળ રાજકોટ રહેતા હાલ વાંકાનેર જિનપરાના રહેવાસી અજય ભરતભાઈ સોઢાએ બોલેરો પિકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મોરબી વાંકાનેર હાઇવે પર મક્ધસર નજીક ફરિયાદીના મોટા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.વ.55) વાળા કારખાના તરફ જતાં રોડ પર રસ્તાની કટ્ટ પાસે ઊભા હતા ત્યારે બોલેરો ચાલકે રીવર્સ લેતી વખતે ફરિયાદીના માતા મંજુબેનને હડફેટે લીધા હતા અને માથામાં ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.