ટંકારાના લતીપર પાસે પ્રેમપ્રકરણમાં વૃદ્ધને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
ટંકારાના લતીપર ચોકડી પાસે બે પ્રકરણમાં એક વૃધ્ધને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરનાર બે શખ્સો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ટંકારાના ડેરી નાકા ક્ધયા શાળા પાછળ રહેતા રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા (ઉ.60) નામના વૃધ્ધની ફરિયાદના આધારે પોલીસે હક્કા મશરૂ ઝાપડા અને એક અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. રાણાભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના કૌટુંબીક ભાઈ નાગજીભાઈ ખેંગારભાઈ ભરવાડના પુત્ર વિજયે ટંકારાના હકા મશરૂ ઝાપડાની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેના કારણે અગાઉ માથાકુટ થતાં નાગજીભાઈએ હકા અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હોય જે બાબતનો ખાર રાખી રાણાભાઈ નાગજીભાઈના સમર્થનમાં હોવાની શંકાએ હકા એ અવારનવાર નાગજીભાઈ અને રાણાભાઈ સાથે ઝઘડો પણ કર્યો હોય રાણાભાઈ પોતાનું બાઈક લઈને લતીપર ચોકડી પાસે જતાં હતાં ત્યારે હકો અને તેની સાથેનો અજાણ્યો શખ્સ કાર લઈને આવ્યા હતાં અને રાણાભાઈને બાઈકને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતાં અને તેમના ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત રાણાભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. આ મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ટંકારાના ડેરીનાકા પાસે રહેતા રાણાભાઇ અને તેના ભાઇ નાગજીભાઇને છેલ્લા ઘણા વખતથી હક્કા મશરૂ ઝાપડા સાથે માથાકુટ ચાલતી હોય નાગજીભાઇના પુત્ર વિજયને છેલ્લા ઘણા વખતથી હુમલાખોર હક્કા ઝાપડાની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો જે બાબતની જાણ હક્કા ઝાપડાને થતા તેના પરિવારજનોએ આ બાબતે અગાઉ પણ ટંકારાના નાગજીભાઇ અને તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો જે તે વખતે સમાધાન થયું હતું. છતાં પણ બન્ને પરિવારો વચ્ચે છેલ્લા ઘણા વખતથી દુશ્મનાવટ હતી. રાણાભાઇ જે તે વખતે સમાધાનમાં નાગજીભાઇને સમર્થન આપ્યું હોય ત્યારથી હક્કાભાઇ અને રાણાભાઇ ટોળીયાના પરિવાર વચ્ચે વિવાદ ઉભો થયો હતો અને આ બાબતનો ખાર રાખીને હક્કાએ બાઇક લઇને જઇ રહેલા રાણાભાઇનો પીછો કરી લતીપર ચોકડી પાસે તેમના બાઇકને કારના ઠોકરે ચડાવી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ટંકારા પોલીસે કારમાં બેઠેલા હક્કા અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.