For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાંઇબાબા સર્કલ પાસે રિસામણે બેઠેલી પુત્રવધૂને તેડવા ગયેલા સસરા ઉપર બનેવી સહિતનાનો હુમલો

04:16 PM Sep 03, 2024 IST | admin
સાંઇબાબા સર્કલ પાસે રિસામણે બેઠેલી પુત્રવધૂને તેડવા ગયેલા સસરા ઉપર બનેવી સહિતનાનો હુમલો
oplus_2097184

શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા સાઇ બાબા સર્કલ પાસે રિસામણે બેઠેલી પુત્રવધુને તેડવા આવેલા તરઘડી ગામના યુવાન ઉપર બનેવી સહિત ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળ આવેલા તરઘડી ગામે રહેતા ભરત છગનભાઈ સાડમિયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કોઠારીયા રોડ ઉપર સાઈબાબા સર્કલ પાસે હતો ત્યારે બનેવી રામજી, કનુ અને વનક નામના શખ્સે પાઇપ વડે માર માર્યો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભરત સાડમીયાના દીકરાની વહુ સેજલ ભીમ અગિયારસ સમયથી રિસામણે બેઠી હતી તેથી પુત્રવધુને તેડવા આવેલા ભરત સાડમીયા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નવાગામ વિસ્તારમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતા વિપુલ સાતાભાઈ મકવાણા નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સસરા સુરેશ અને સાળા જીગાએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિપુલ મકવાણા અને તેની બેનના સામ સામે લગ્ન કર્યા છે. અને વિપુલની પત્ની રિસામણે ચાલી જતા તેની બહેન પણ માવતરે ચાલી આવી હતી જે બાબતે સમાધાનમાં ડખ્ખો થતા સસરા અને સાળાએ વિપુલ મકવાણા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement